જ્યારે હું મારી અંદર જોવ છું ત્યારે ખોવાય જાવ છું
એક ગલી માં જેના એક એક ડગલે રચાય છે કહાની
જ્યારે હું મારી અંદર જોવ છું ત્યારે એ દરેક યાદ મને
ફરી જીવંત કરી મૂકે છે જે મને આનંદિત કરતી હતી
જ્યારે હું મારી અંદર જોવ છું ત્યારે વહેતી નદી નો
પ્રવાહ ઉલટો દોડવા લાગે છે જ્યાં મારુ બાળપણ હતું
જ્યારે હું મારી અંદર જોવ છું ત્યારે મને એ વાત્સલ્ય ભર્યો
હાથ યાદ આવે છે જે હંમેશાં માથા પર ફરતો રહેતો
જ્યારે હું મારી અંદર જોવ છું ત્યારે મને એ ઢાલ સભર
શૌર્યવાન પિતા યાદ આવે છે જેના સાનિધ્યમાં સુરક્ષા હતી
હું જ્યારે અંદર જોવ છું ત્યારે મને ગર્વ થાય છે કે
સ્નેહાળ સંસ્કારીત જીવન સાથે હું સત પંથી બની
-Shree