સહજ શબ્દ સ્ફુરે અમૃતમય ભળી લે,
એ કેફિયત માં દિલ તું મધુમય મળી લે;
ઉઠે જ્યાં લહેરો , સંકલ્પો તણી જો,
હું ત્યાગી હવનમાં ,હું સ્વાહા દળી લે .
ગુઢાર્થો ભરેલી છે , ગતિ મનની સાચે,
સૂફીઓના મન જેમ તું ખૂદને કળી લે;
તું બુધ્ધિ કે તર્કોની તરફદારીના કરતા,
કસી ને વિવેકે, વિવાદો ટળી લે;
છે આનંદ ચિતિ રૂપ,એ ચૈતન્ય ખૂદ માં,
તું તૃષ્ણા ને છોડી , મનોલય કરી લે;
-મોહનભાઈ આનંદ