Gujarati Quote in Motivational by Jayrajsinh Chavda

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સમય_બદલાઈ_રહ્યો_છે

સમયની સાથે ચહેરો અને ઉંમર બદલાઈ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે અનુભવો મારા વિચારો બદલી રહ્યા છે.બધાની પાછળ દોડીને મદદરૂપ થવામાં મને મારો પડછાયો ભૂલાયો હતો કેમકે આ દુનિયા તેના રંગમાં રહી હતી બસ સમય જ બદલાઈ રહ્યો હતો.આવી રહ્યો છે સમય બધાના મોં બંધ કરવા કેમકે હવે અહીં કામ થકી સમય બદલાઈ રહ્યો છે.લોકો સમય સાથે નામ પણ જરૂર યાદ કરશે.મને ખુશ ન જોઈ શકનારા હવે રડી પડશે,હે પ્રભુ કરી દે આકાશવાણી કે હવે સમય પણ બદલાઈ રહ્યો છે અને એક માણસ પણ.મારો સ્વભાવ નહિ બદલું પરંતુ હવે સમય થકી રસ્તાઓ જરૂર બદલાશે અને એક દિવસ તેવો પણ આવશે જ્યારે આ નાના નામવાળા વ્યક્તિના વિચારોથી બીજા પણ બદલાશે.નાની શરૂઆતના મોટા સપનાઓ છે કેમકે હવે સમય બદલાઈ રહ્યો છે.હું પણ એક દિવસ પવનની લહેરની જેમ તને તારા સમયનો અનુભવ કરાવવા આવીશ અને બસ હવે તે જ સમયની રાહ છે.કેમકે હવે સમય બદલાઈ રહ્યો છે.આપણે આપણા અભિમાનનો સ્વાભિમાન નથી આ તો સમયે ભણાવેલા પાઠ છે બસ તે જ ભણાવવા આવી રહ્યો છું.કેમકે હવે સમય જ બદલાઈ રહ્યો છે.

-જયરાજસિંહ ચાવડા

Gujarati Motivational by Jayrajsinh Chavda : 111605398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now