વીતેલા વખત વાગોળતા સ્મૃતિ મળે,
હતાશા નિરાશા ભરેલી કોઈ કૃતિ મળે;

શોધી લે નીજ , આત્મચેતના માં કશુંક,
ચૈતન્ય સ્વરૂપ માં સહજ, સ્મૃતિ મળે;

વલોપાતની હૈયામાં, વહ્યા કરતી નદી,
વેદના ચીતરી ચહેરા , પર આકૃતિ મળે;

ભાવ ના સાગરમાં, ગોતા ખાતા રહ્યા ને,
લાગણી ના પ્રવાહ માં તણાતી ત્રૃટિ મળે;

હોંશ માં રહેવું ‌, સ્વસ્થતા જાળવી સદૈવ,
આનંદ સ્વરૂપ મોજમસ્તીમાં સમૃદ્ધિ મળે;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111604984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now