હ્રદયમાં જો તપાસીને
છુપાયેલો ખજાનો છે,
લઈ લે સદગુરુથી જ્ઞાન
એનો ભેદ છાનો છે..
પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાની વિચારી જો,
હતો તું ક્યાં વડી આવ્યો છે, ક્યાં ને ક્યાં જવાનો છે..
હજી છે હાથમાં બાજી
ઓ જીવડા જો જરા જાગી,
ધરીને ધ્યાન ઘટમાં જો
મળ્યો અવશર મજાનો છે..
કળીનો દોર ચાલે છે,
જગતમાં જામે નાસ્તિકતા,
અનેરા કાળનો આરંભ દુનિયામાં થવાનો છે..
ગુરુથી જ્ઞાન લઇ સતભેદને સતાર શાહ સમજો,
મનુષ્યનો દેહ મળ્યો
🙏જયગુરુમહારાજ 🙏