Gujarati Quote in Good Night by Mukesh Dhama Gadhavi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.
પેલાં પિતા જેવી પગભર થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

મગજ વગરનાં પર મોહી જાવું.
ને બસ બાપનું ઘર છોડી જાવું!
પેલાં સંસ્કાર નામે સુગંધ થા, પછી ગજરો ગુંથી લેજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

આ રઘવાયા જેમ રખડતાંને.
અને આખલા જેમ આખડતાને.
અપલખણાંને તું ઓળખી જા, પછી લ્હાવો લૂંટી લેજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

જે બાપના બાવડે બહાર ફરે છે.
ચોકે ચોકે, નાકે નાકે, પ્યાર કરે છે.
તું ભ્રમરવૃત્તિને ભાળતી થા,પછી કળી જેમ ફૂટી જજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

આખો દિવસ તો ભટકે છે એ,
એ કામધંધો જો કંઈ કરે છે કે ?
કાં તો તું જ પોતે કમળ થા, પછી કાદવમાં ખુંપી જજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

રંગે રૂડો, છેલછબીલો લાગે છે જે,
રોજ રૂપિયા લઈને ભાગે છે એ,
પેલાં આબરૂની અધ્યક્ષ થા,પછી ખાનદાનથી ખૂટી જજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.
*#દિકરીઓનેઅર્પણ *...........
👏👏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111604788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now