અંતરની અાંખ ઉઘાડો રે
સદગુરૂ દેવ અંતરની અાંખ ઉઘાડો
હૈ... મને દરશન શિવના કરાવો રે સદગુરૂ દેવ
પળે પળે ગુરૂ ગદગદ કંઠે
પ્રેમથી કરુ છુ પોકારો રે સદગુરૂ દેવ
અાવીને અવનીના તીર્થોમાં ભટકીયો
સર્વે નદીયુમા હુતો નાયો રે સદગુરૂ દેવ
જ્ઞાન કેરા ગ્રંથ મે તો વાચીયા નિરંતર
સંતોનો સંગ મે તો સાઘીયો રે સદગુરૂ દેવ
ભકિતના ભાવમા ભાન ભુલીયા તોયે
મરિયા નહિ મનના વિકારો રે સદગુરૂ દેવ
શિવ ભજનની લેર લાગી તોયે
ભકતો કે ખુલી નથી અાંખો રે સદગુરૂ દેવ
ૐ નમઃ શિવાય
હરહર મહાદેવ
જય સદગુરૂ દેવ