શહેર ચાલ્યો સ્વમાન વેચીને ,
ગામડાનું મકાન વેચીને ,
દાલ -રોટી કમાય છે નેતા ,
આપણું હિન્દુસ્તાન વેચીને .
દારૂનું એક પીઠું ખોલ્યું છે ,
દૂધની બે દુકાને વેચીને
કોઈના દિલ સુધી જવાનું છે ,
એક અવકાશયાન વેચીને .
રાજકારણ બજાર છે મોટું ,
લોક ચાલ્યાં જબાન વેચીને .
જિમ ચાલુ કર્યું નગર વચ્ચે ,
બાળકોનું મેદાન વેચીને .
આપણાં હાથમાં નથી કાબુ ,
ચાલ ' સાગર ' સુકાન વેચીને
*રાકેશ સાગર , વડોદરા*