તમે છો ને કહેતા બીડીની મજા છે,
પરંતુ હકીકતમાં મોટી કજા છે.
ધુમાડાની સાથે ઉડી જાય ઉંમર ,
કે પોતાના હાથે જ ધીમી ખજા છે.
તમે દમ-બ-દમ ખુદ પીવાતા જવાના,
મરણથી વધુ કારમી એ સજા છે.
હકીકતમાં આદત નથી છૂટતી, તો
તમે એમ ક્હો છો કે અંગત વજા છે.
આકારણ ફૂંકી મારવી જિંદગીને,
કહો કે ખુદાની શું એમાં રજા છે?
*- પરશુરામ ચૌહાણ*