Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંક વાંચેલ લેખ:-

*# ઢસરડા કરો #*
એક ગાડી માં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ મિત્રો 3 કીમી. ધક્કા મારી ને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં .. . .. . ..

(X) : સાંભળ, ટાંકી ફુલ કરાવી લે, અને ડેકીમાં એક ડબ્બો પડ્યો હશે એ પણ ભરાવી લેજે

(Y) : પણ એ ડબ્બો તો ફુલ ભરેલો છે.

(X) : તો ધક્કા કેમ મરાવ્યા?? વાપરી નંખાય ને..

(Y) : અરે એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને.. ..

આપણે પણ આવું જ કરીએ છીએ..
કમાવા પાછળ ની દોટ, ભેગું કરવાનો શોખ,
ખરાબ સમયે કામ આવશે એ માટે..
એટલાં ઢસરડા કરીએ કે જીવન ની સાચી રાઇડ
માણી શકતાં નથી..
કેટલાંક તો એવાં પણ હોય છે કે જે ઘણું બધું કમાય છે પણ વાપરવાનો એમની પાસે સમય જ નથી હોતો. એમનાં મર્યા પછી એમની પાછળ બધાને જલસા થઈ જાય છે.
માટે કમાવો, કમાવવું હોય એટલું, પણ પોતાના માટે પણ થોડુ વાપરો. જીવન માણવા માટે છે, માણો.

મોજ કરો..
જીવન જીવી લ્યો.
ફરી મનુષ્ય અવતાર મળે કે ન પણ મળે..

*🐚જય શ્રી કૃષ્ણ🐚*

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111603842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now