આભાર મિત્ર કે આવી સુંદર મિત્રતા મળી,
જાણે ખભા પર હાથ મૂકીને ચાલવાની સ્વતંત્રતા મળી.
મનની વાત કહી શકાય એવી વણકહી સત્તા મળી,
જાણે જીવનમાં જરૂરી એવી જીવાદોરી મળી.
પોતાના લોકોને નિમિકા નથી શકી કળી,
પણ અહીં તો મિત્રતાના સ્વરૂપમાં કેવી પવિત્રતા મળી.
આપણી દોસ્તી તો છે વર્ષો પુરાણી,
આજકાલ કરતા તો એ મારા શ્વાસમાં ભળી.
અધૂરું હતું જીવન તમારી મિત્રતા વગર,
તમારી સહાયથી જીવનને અખંડતા મળી.
સાભાર,મારા મહામૂલા મિત્રોને અર્પણ.