વાણી રે હરિ-ગુરુ સંતની અમર લોક દેખાડે હો જી
એવા રે પુરુષ આ અવની પર કોઈ પાકે રે
બાર રે સ્વર ને નવ દ્વારમાં ગતિ એની જે જણ જાણે હો જી
એવા એકવીસ સ્વર છે રે કરુણા રે નિધિ,
એને કોઈ જાણનહારા જાણે હો જી...વાણી રે
પરાના વચનો તો પલટે જ નઇ
કોઇ એને વેખરીથી વખાણે હો જી
એવી અદલ રે ફકીરી જેના ઉર્માં રે,
મહા શૂન્યમાં એ માણે હો જી...વાણી રે
નિર્વિકારી પુરુષના અંગ ને રે, કોઈક વિરલા જ જાણે હો જી
નિર્મલા જે હશે તે નિરખશે રે
પૂર્ણાનંદ પ્રમાણે હો જી...વાણી રે
મરીને જાવું રે જે ઘરમાં રે, જીવતાં એમાં મોજું માણે હો જી
દાસ રે સવો ક્યે ગુરુગમથી રે, આવ્યા તાતે ઠેકાણે હો જી...વાણી રે.