Gujarati Quote in Blog by Rupal Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી લાગણીઓ...

એક વર્ષ થયું આજે. તને યાદ છે, આપણે છેલ્લી વખત મળ્યા હતા.! અને છેલ્લી વખત જ એક થયા હતા. એ દિવસ મને આજે પણ યાદ છે. કશું નથી બદલાયું , બધું એમ જ છે. બસ ફરક એટલો જ છે કે એ હવે બધું મારી યાદોમાં છે.!

પણ તોય એક મોટો ફરક એ આવ્યો કે પહેલા હું તને 'તમે' કહી બોલાવતી અને આજે 'તું' કહી સંબોધુ છું. પણ એ બદલાવ ખાલી સંબોધનમાં જ હોં.! બાકી મારા દિલમાં બધું એમ જ છે, જેવું પહેલાં હતું. અને હા, હું પણ એવી જ છું જેવી તું મુકીને ગયો હતો .


કદાચ સમય સાથે ફરક આવ્યો હશે તારામાં.! પરંતુ હું તો આજે પણ એટલી જ તારી છું જેટલી પહેલાં હતી. આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતી હતી. ના.. કદાચ એથી પણ વધુ, હા આ પણ એક ફરક જ કહેવાયને.!


ફરક એ છે કે , એ છેલ્લી મુલાકાત મહિનાઓ પછીની હતી. હવે જો મુલાકાત થશે તો એ વર્ષો પછીની મુલાકાત હશે.

હા , એક ફરક આવ્યો છે મારામાં . હું પહેલાં કરતાં સટ્રોંગ થઈ ગઈ છું. પણ લાગણીઓ આજે પણ એ જ છે. હા , આવ્યો છે એટલો ફરક મારામાં, પણ એ ફરક તને ગમે એવો જ આવ્યો છે. હા, થઈ છું હું ઘણી સટ્રોંગ પણ તું તો આજે પણ મારી કમજોરી જ રહ્યો છે.


Rupal

Gujarati Blog by Rupal Patel : 111603460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now