Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏽જય ગુરૂ મહારાજ🙏🏽

જીવ અને શિવ બોલવાથી કાંઈ અનુભવ થતો નથી
આપણે સતત બહાર ભટક્યાં કરીએ છીએ
આ બહાર ભટકે છે તે કોણ છે ? અને આ બહાર ભટકે છે તેમ કહેનારો કોણ છે ?
તો આ કહેનારો બહાર છે કે ભીતર
ત્યારે ગંગાસતી માઁએ આ બહાર ભટક્નારને જીવની ઉપમા આપી છે અને ભીતર જે જોનાર જાણનાર છે (સાક્ષી ) (દ્રષ્ટા )તેને શિવની ઉપમા આપી છે
કબીર સાહેબે તેને જાગ્રત ચેતન પુરુષ કહ્યો છે
(સાર શબદ ) અને નિરાંત મહારાજે તેને દ્રષ્ટા પુરુષ એટલે કે સાક્ષી કહ્યો છે જે સ્વયં આપ પોતે જ છો, ત્યારે નિરાંત બાપુ એક ભજનમાં કહે છે .*
*હમ હૈ જોગી અલખ અનાદિ ,*
*પાર બ્રહ્મ કી હૈ પારા ......*
*નામ રૂપ ગુણ નહીં હમારે ,*
*કબહુ ધરું મૈં અવતારા .....*
*હમ સે બ્રહ્મ બ્રહ્મ સે માયા ,*
*માયા સે સબ સંસારા .....*
*અને છેલ્લે કહે છે ....*
*નિરાંત નામ અભે સત સ્વામી ....*
*બૂજત હૈ બૂજનહારા ....*
*આ બૂજનહારા એજ સ્વયં સાક્ષી દ્રષ્ટા અને સ્વયં પોતે જાણનારો એટલે કે શિવ .જ્યારે આ જીવને પોતાના અસ્તિત્વનું ભાન એટલે કે હું કોણ છું ? તેનાં મૂળ સ્વરૂપનું ભાન થાય છે ત્યારે તે જીવમાંથી શિવ સ્વરૂપ થાય છે .જેમ મીઠાની પૂતળી સાગરમાંથી જ ઉત્પન્ન થઈ તે સાગરનું જ સ્વરૂપ છે અને સાગરમાં જ સમાય ગઈ , સાગર મય થઈ ગઈ .જ્યારે મીઠાની પૂતળીને એમ હતું કે હું તો એક મીઠાની પૂતળી છું ત્યારે તેને જીવ દશા હતી , પોતાના મૂળ સ્વરૂપ (નિજસ્વરૂપ) નું વિસ્મરણ હતું અને જ્યારે પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય છે ત્યારે તે શિવ દશા કહેવાય છે .એમ દરેકમાં સંભાવના પડી છે પોતાના નિજસ્વરૂપને પામવાની અને દરેકને પ્રશ્ન થવો જોઈએ "હું કોણ " આ હું ફલાણો ઢીંકણો એમ હું નો વિસ્તાર વધતો જાય છે તેનો અંત આવતો નથી .આ હું પણામાં જીવ જન્મો જનમ આવાગમનના ચક્કરમાં ભટકી જાય છે , આ માન્યતાનું હું એટલું બધું દ્રઢ થઈ ગયું કે અહંકારને વશ તે માનવા તૈયાર જ નથી અને પોતાના અસલ મૂળ સ્વરૂપની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે અને દુખી થાય છે .જ્યારે તેને કોઈ સાચા સદગુરુ મળે છે ત્યારે તેને પોતાના મૂળસ્વરૂપ (નિજસ્વરૂપ)નું ઉપદેશ અને બોધ દ્વારા ભાન કરાવે છે .એટલે કે જે અસલ મૂળ સ્વરૂપનું તેને વિસ્મરણ થઈ ગયું હતું તેનું પુનઃસ્મરણ કરાવે છે ત્યારે જીવ દશા મટે છે અને શિવ દશામાં આવે છે .*

Gujarati Religious by બાબા સત્સંગી : 111603024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now