Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું
સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયું થઇ ગઇ રે
મરમી પણ ઇ નો મરમ ન જાણે
કૌતુક કેવું રે…

ગોતવા જાવ તો મળે નહીં
ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો
દિલ દઇ દેવું રે…

લાય લાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ
જીવન જીવવા જેવું રે….

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠીએ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…
🛕👏🛕👏🛕👏
સંતોના ચરણોમાં વંદન 🙏🙏👣👣🙏🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111603022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now