Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નું સ્વરૂપ
==========================

પ્રેમ નિખાલસ ચૈતન્યમય આત્મચેતના ની અનુભૂતિ છે, એ ભીતરી પ્રવાહ નો દ્વેત માં પ્રાકૃતિક આવિર્ભાવ છે , જેનું વ્યક્ત સ્વરૂપ નિષ્કપટ ત્યાગ ના વ્યવહાર માં થાય છે. પ્રેમ હંમેશા પુર્ણ છે અને પુર્ણતા ની પ્રતિષ્ઠા નો ધોતક છે. એટલે જ એને પુર્ણ મંદ: પુર્ણમ્ ઈદમ્ ક્હ્યું છે. પ્રેમ એટલે અભેદ ભાવ, જ્યાં સમત્વયોગ ની વ્યવહારિક સમજણ છે. જ્યાં વિષમતા ઓ નથી .એ શુદ્ધ પ્રેમ છે.

પરંતુ સાંસારિક પ્રેમ એ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ જન્ય છે, દેશ, કાળ, ફરજ માં હોવાથી વિષમતા છે, કારણકે એમાં દુન્યવી મર્યાદા નું પાલન થતું હોય છે ‌ એટલે ત્યાં કંઈક વહેંચણી અને વિભાજન હોય એ સ્વાભાવિક કે પ્રાકૃતિક કહી શકાય છે.

વાસ્તવમાં પ્રેમ નિર્વિકારી, નિર્લિપ્ત, અને ચૈતન્ય મય છે. ત્યાં સત એટલે ત્રિકાલ અબાધિત, ચિત એટલે જ્ઞાન સ્વરૂપ ,( જ્યાં બધું અજ્ઞાન હટી જાય)
અને આનંદ સ્વરૂપ એટલે સ્વયં છે, કોઈ ને આધારિત નથી. આનાથી વિશેષ વ્યાખ્યા થઈ શકે નહીં. વ્યાખ્યા મર્યાદિત ની થાય છે. પ્રેમ અનંત છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111602999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now