ના જીવો,
ના જીવવા દો
અહીંનો નારો છે
માણસ ઉજળો કેટલો બ્હારથી,
અંદરથી કેટલો કાળો છે.
પોતાના મંતવ્યે બાંધી લેતો સૌને
એવો ચાલાક શાણો છે
દેખાતી નથી સચ્ચાઈ સામેની
છતી આંખે કાણો છે.
છળકપટ ના ધટતાં એના
ધોખા ફરેબનો મનમાં માળો છે
આળ લગાવે કાયમ બીજા પર
પોતે જોને પાપનો પટારો છે.
-Padmaxi Patel