આવ રે મન, બેય તરફી આવ તું ,
મારી હસ્તી ને, જરા સમજાવ તું.
છે મનોરથ , ઈચ્છા ને જ કારણે,
ભાન મારું જ્યાંને,ત્યાં ભટકાવ તું.
શૂન્યમાં સરકી, અમૂર્તિ હોય તું,
કેવા કિમિયા , ભેદ ભાવે લાવ તું.
પામી લે તું ખૂંદતા , ખૂદ જાત ને,
કળ અકળ છે,જાદૂ જેવો હાઉ તું;
અવધૂતી આનંદ છે,પ્રતિપળ અહીં,
એ જ તું આનંદ રૂપે , અટકાવ તું;
અવધૂતી આનંદ છે, પ્રતિપળ અહીં
એ જ તું આનંદ , રૂપ માં પ્રગટાવ તું;
-મોહનભાઈ આનંદ