ઉઠે જ્યાં લહેરો ય ઉર્મિની , ગડગડી ને.
ને હુશ્ન હાલ દિલ ,ત્યાં પ્રેમમય મળી લે;
સહજ શબ્દ સ્ફુરે , અમૃતમય હ્રદય થી,
એ કેફિયત માં દિલ, તું મધુમય ઠગી લે;
છે મન ની ગતિ , ગુઢાર્થો મહીં તો ભરેલી
તું સુફી સંત જેમ, ખૂદ મન માં ય ઢળી લે;
હા બુધ્ધિ ના, તર્ક ની તરફદારી ના કરતા,
કસીને તું થોડા વિવેકે, વિવાદો ટળી લે;
એ આનંદ ચિતિ રૂપ, ચૈતન્યમય મુજમાં,
આ દિલ તૃષ્ણા ને છોડી , તું ઝબકોળી લે ;
-મોહનભાઈ આનંદ