જતન કર મન , તું ખૂદ માં મનન કર,
નમી પ્રેમથી સદાય તત્પર,મન અનંત
નિરંજન મનરંજન, તું છે આનંદઘન,
પ્રેમ સ્વરૂપ ધારણ કરતાં, પ્રેમ સ્પંદન;
વૃત્તિ માં આવૃત, થતું હોય છે સર્વદા,
સંકલ્પ વિકલ્પ ની , જાળ મનભંજન;
સ્વપ્નશીલતા માં સુખરૂપ, વિહરતા,
ચૈતન્ય સ્વરૂપનું , ચિત્ત ચૈતન્ય ચિંતન
આનંદ મંગલ સ્વરૂપ,ધારણ દ્વેતભાવ,
ભાવ અભિવ્યક્તિ ,આનંદ સ્વરૂપ મન;
-મોહનભાઈ આનંદ