હાટડીયે કેમ રે'વાશે ભઇ
✍🏻 દાસી જીવણસાહેબ
🪕🪕🪕🪕🪕🪕🪕
હાટડીયે કેમ રે'વાશે ભઈ મારા રામ ની રજા નઈ
રામની રજા નઈ મારા દેહ નુ સુઝે નઈ...
બેસવા સારુ હાટડી દીધી,ખુબ મજાની થઈ
તેડા આવ્યા શ્રીરામના,પછી હાટડી પડી ગઈ...
જમ જરાયલ ઢોલિયે બાંધ્યા,જરા ઍ મરણ નહિ
દશ માથા ને વિશ ભુજાળો રાવણ રહ્યો નઈ...
ઊંચી મેડી ને અજબ ઝરુખા,સુખમા રહ્યો સુઇ
જમડે આવી ઝાલ્યો ત્યારે,લાવ ન શક્યો લઈ...
ધરમના કામમા ઢીલ ના કરશૌ,વેળા તો જાશૅ વઈ
દાસી જીવણ સત ભીમના ચરણે,નામ ની નોબત રઈ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻