રચના પ્રકાર:- પદ્ય રચના
*રચના શબ્દ* :-
*અપેક્ષા*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આવ્યો ક્યાંથી ક્યાં સમય ?
અપેક્ષા એ મારીને હવે રાખ્યો.
સપના ભલેને ખોટા પાડ્યાં !
પણ અપેક્ષા એ મારીને હવે રાખ્યો.
ચાલતા ક્યાં ગયા અને ક્યાં પડી પડ્યાં ?
માણસે નહિ, પણ અપેક્ષાએ મારીને હવે રાખ્યો.
ચાહવાનું હતું ખાલી કળીને ને, ચાહ્યું ગુલાબને !
કળીએ જીવતો રાખ્યો, ને; અપેક્ષાએ મારીને રાખ્યો.
સારો તો બહુ હતો, એવું કહી ગયા ઘણા બધા !
અપેક્ષાના ઝહેર એ, કેટલાને મારીને હવે રાખ્યા.
ચિત્ર વખાણ્યું ને, બનાવ્યું પણ હતું જોરદાર !
રંગ પૂરવાની અપેક્ષાએ, મારીને હવે રાખ્યો.
આવ્યો ક્યાંથી ક્યાં સમય ?
અપેક્ષા એ મારીને હવે રાખ્યો.
સપના ભલેને ખોટા પાડ્યાં !
પણ અપેક્ષા એ મારીને હવે રાખ્યો.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD