Gujarati Quote in Poem by Dilip v Ghaswala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડરતાં રહે..

બાદબાકી રામની ને, રાવણો વધતા રહે,
સ્ત્રી રક્ષા ખુદની કરે તો દૈત્ય સૌ ખરતાં રહે.

લાખ માયાવી જગત છોને રચીને એ છળે,
ત્રાડ પાડી ને ત્રિશૂળ ઉગામે, તો મરતા રહે.

રામના હાથે હણાયો છે રાવણ યુગો પૂર્વે,
તો પછી રાવણત્વ શા માટે હજુ મળતા રહે!!

રાડ પાડીને ભગાડો આ નીચ તત્વો ને તમે,
ડંખ ના મારો ભલે, ફૂંફાડાથી ડરતાં રહે.

ઉપરી દેખાવ ના જુઓ તમે કોઈના પણ,
રૂપાળા ચહેરાની નીચે, હેવાનો શઠતા રહે.

દિલીપ વી ઘાસવાલા

Gujarati Poem by Dilip v Ghaswala : 111599585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now