At Vidyarthi Bhavan Bengaluru.
આ માલનાડ કશાયા એટલે એક જાતનો ઉકાળો. પાણી મિશ્રિત પણ જાડું દૂધ,તેમાં હળદર, આદુ, અશ્વગંધા, આપણે નાખીએ તેવા ગરમ મસાલા અને આપણી ઉઝવલ ચારોળી. ખુબજ ટેસ્ટી.એ પણ સ્ટીલના વાટકામાંથી ધગધગતું સ્ટીલની રકાબીમાં કાઢી પીવાનું.
20 રૂ.માં આપણે સવારે ચા પીએ એવડો આખો કપ.
ત્યાંનાં ઈડલી, અડદ દાળના વડાં, મીઠાલીમડાના વાઘરની સોડમ સાથેની ચટણી રેડેલા મસાલા ઢોસા નો સ્વાદ જીભે રહી ગયો.
ત્યાં બેય બાજુ ભીંતો ઉપર પેન્સિલ સ્કેચ કરેલ ટિપિકલ કન્નડ લોકોના ફોટા જોવાલાયક છે. પહેલાં મને હતું કે કોઈ મહાનુભાવોના સ્કેચ છે.