Gujarati Quote in Thought by Tr Mrs Snehal Rajan Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એનો જન્મ થયો. એનાં ભાઈનો પણ જન્મ થયો, બે વર્ષ પછી. પોતાનાં વ્હાલા રમકડાં એણે ભાઈને આપી દેવા પડ્યાં. પોતાની ગમતી પેન, કંપાસ, ફૂટપટ્ટી, પેન્સિલ અને આવી તો કેટલીય વસ્તુ પોતાની ઈચ્છા વિરૂદ્ધ ભાઈને આપી દીધી. કેમ? ક્યારેક મમ્મીએ કહ્યું તો ક્યારેક પપ્પાએ. પણ ક્યારેય કોઈએ ભાઈને ન કહ્યું કે એને આપી દે. આ છે બહેનનો ત્યાગ.
મોટી થઈ, લગ્ન થયાં. સાસરે ગઈ. પોતાના તમામ સપનાઓ અને ઈચ્છાઓ બાજુ પર મુકી દેવું પડયું, કારણ પતિને પોતે ઘરકામ સિવાય અન્ય કંઈ પણ કરે તે મંજુર નથી. નોકરી તો બિલકુલ જ પસંદ નથી. પતિનાં કહેવા અનુસાર, 'સ્ત્રી તો ઘરે જ સારી.'

હવે તમે જ કહો, એક સ્ત્રીની ભાવનાઓનાં, એની ઈચ્છાઓનાં અને એનાં સપનાઓનાં મર્ડરની મિસ્ટ્રીથી વધારે કોઈ રહસ્ય ક્યાંક મળી શકે? ચુપચાપ એણે કરેલા ત્યાગની કોઈને ખબર પડે છે ખરી? આ મીસ્ટ્રી કોઈ ઉકેલી શક્યું છે?

                      -   સ્નેહલ જાની

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111599015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now