ઘર કરી ખાલી તમે ચાલ્યાં ગયાં.
એકલા મેલી તમે ચાલ્યાં ગયાં.
ખોટ સાલશે સદાએ માતની,
ઇશ હવે બેલી તમે ચાલ્યાં ગયાં.
ના બની શકતું; સહેવાનું ઘણું,
વાત ના છેલ્લી તમે ચાલ્યાં ગયાં.
ભાવ ઉરમાં હો વળી ભંડારને,
વાટ લૈ વે' લી તમે ચાલ્યાં ગયાં.
ખળભળે અંતર મારું આજ તો,
થૈ સુની ડેલી તમે ચાલ્યાં ગયાં.
( ગાલગાગા2 ગાલગા)
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.