પરંતુ.....ત્યારે પ્રોબ્લેમ થાય છે ✨
પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે,
પરંતુ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
પૈસા ના વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પરંતુ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પરંતુ રૂપ માણસને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
સબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે,
પરંતુ પોતાનો માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પરંતુ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પરંતુ અધુરો ઘડો છલકાય ઘણો ત્યારે પ્રોબ્લેમ થાય છે.