સજા કર્મો તણી ભોગવી ગયો રાવણ.
ન જાણે કેટકેટલું શીખવી ગયો રાવણ.
દસ મસ્તક તોયે ના મળી દિશા એને,
વેર કરી રામ સાથેને પામી ગયો રાવણ.
ન્હોતી ક્ષમતા ભૂલને સુધારવાની એની,
ખોટા અહંકારમાંખોવાઈ ગયો રાવણ.
દશેરાએ થાય છે દહન ઠેરઠેર છડેચોક,
તોય જનમાનસમાં પ્રવેશી ગયો રાવણ.
સીતાહરણ એ વરદાન પામવાની ક્રિયા,
અજરઅમર થતાંને રહી ગયો રાવણ.
આજે ઠેરઠેર બળે છે તોય વૃત્તિ હાજર,
દુર્જનોના આચરણે વસી ગયો રાવણ.
હતી ખબર કે હાર છે નક્કી યુદ્ધ કરતાં,
તોય રામ સામે કેવો લડી ગયો રાવણ.
શક્તિ ખરી પણ દુરુપયોગે એ દંડાયો,
રખેને જાત સાથે છેતરાઈ ગયો રાવણ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.