હે શિશુ દેખી તને દિલ ખીલતું,
સાવ ભોળું મન સદાએ શોભતું.
થાય છે નારાજ એ પળવારમાં,
ભાગ દેતાંને વળી એ હરખતું.
ના મળે મનમાં કદીએ કુટિલતા,
લાગતું કે એ ન જાણે સમજતું.
રૂપ એ ઇશનું મને કેવું ગમે !
ભાવને લોકો તણા જે પરખતું.
લાગતી એને રમત સાચી ઘણી,
ઢીંગલીમાં પ્રાણને એ પૂરતું.
(ગાલગાગા2 ગાલગા)
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.