ઘૂમી રહી હતી ગરબે ને ,નજર ઠરી ગઈ,
જોઈ તને ગરબે ઘૂમતા ને મન મોહી ગઈ....
તિરછી નજરે તે જોયું ને,હું મૂર્છા થઈ ગઈ,
ફરી ને તારુ મને જોવું જોઈને હું ઘેલી થઈ ગઈ....
એક પ્રેમભરી તારી હસી મને પાગલ કરી ગઈ,
ક્યારે મળશે ફરી પાછો એ જ વાટ જોતી રહી ગઈ....
નવરાત્રીમાં મળેલી આંખો આજ એક થઈ ગઈ,
તારી મારી પ્રેમની મુલાકાત આજ સફળ થઈ ગઈ...
-Rajeshwari Deladia