*
*રચના પ્રકાર* :- _પદ્ય રચના_
રચના શબ્દ
. *_નફરત_*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*મન થકી ભૂલ્યો, હું પ્રેમનો પ્યાલો* !
*છતાં, આ મનને ક્યાંય શાંતિ ન મળી*.
_પ્રકૃતિના સારા સમયે પણ, હું રડી પડ્યો_ !
_છતાં સમજાવી શકે, એવી સંગાથી ન મળી_.
*દિલથી લઈને મો સુધી, જપી એકની માળા*,
*છતાં, માથે હાથ ફેરવવા વાળી કોઈ ન મળી*.
_મન થકી ભૂલ્યો, હું પ્રેમનો પ્યાલો_ !
_છતાં, આ મનને ક્યાંય શાંતિ ન મળી_.
*પ્રેમ થકી, કુરબાન કર્યું અહીંયા બધું* !
*છતાં, ભાગમાં તો નફરત પણ ન મળી*.
_ચાહવા એને, ભૂલ્યો પોતાનાને હું_ !
_છતાં, ભાગમાં તો નફરત પણ ન મળી_.
*અભિમાન અને હવામાં, કોમળ દિલ દેખાયું નહિ* !
*હાથ મૂકતા, ઘડી નફરતની પણ ન મળી*.
*_મન થકી ભૂલ્યો, હું પ્રેમનો પ્યાલો_* !
*_છતાં, આ મનને ક્યાંય શાંતિ ન મળી_*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
*TRUST ON GOD*