તમને મુબારક તમારી કોફી, અમને વ્હાલી ચા,
સમજો તમે, વસુંધરાની અમૃતની પ્યાલી ચા.
ઉગતા સૂરજની સોનેરી કિરણોની ઝલક છે,
સવારને આંગણે લાવતી સવારની સવારી ચા.
હોઈ કોઈપણ ભાષા કોઈ રીતે રિવાજ અહીં,
ગઝલ, હજલ, કવિતા, શાયરી કવ્વાલી ચા.
ઇદ હોઈ કે રમઝાન હોઈ, બધે એક જ રહે,
અનેક તહેવારોમાં એક તહેવાર દિવાળી ચા.
મિત્રતા, પ્રણય અને પ્રથમ મુલાકાતમાં રહી છે,
મનોજ કેટલા ચાહત રહ્યા, એવી દિલવાલી ચા.
મનોજ સંતોકી માનસ