Gujarati Quote in Thought by Maitri Barbhaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં શાંતિ રાખવાનો હેતુ એટલો જ છે કે નવી પેઢીના બાળકો મૂક નિરીક્ષણ કરી માતા-પિતા કે વડીલનું અનુકરણ કરે છે.જેવા તેમના માતા-પિતા હોય છે એવા જ‌ બાળકો હોય છે અને આવું લગભગ બધા જ કિસ્સામાં જોયું અને અનુભવ્યું હશે આપણે બધાંએ.ગમે તેટલા મોટા મિલ-માલિક હોઈએ આપણે પણ ઘરમાં શાંતિ ન હોય તો એ પૈસાનો શું મતલબ?અંતે તો આપણે બધા દુનિયાની પળોજણમાથી રાહત મેળવવા ઘરે આવીએ છીએ પણ જ્યાં માનસિક શાંતિ જ ન હોય ત્યાં જઈને શું ફાયદો?

જો પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર થાય તો, રૂમમાં બાખડી લો, સમાધાન કરી લો પણ એમની વચ્ચે થયેલા અંતરાયો બાળક સુધી તો ન જ આવવા જોઈએ.જેમ માતા-પિતા સંતાનોને ખુશ જોવા ઈચ્છે છે તેમ તેમના સંતાનો પણ તેમને હંમેશા ખુશ જોવા જ ઈચ્છે છે.માતા-પિતા તરીકે જો આપણે સંતાન પાસેથી સારા વ્યવહારની અપેક્ષા રાખતા હોઈએ એજ અપેક્ષા બાળકને માતા-પિતા પાસેથી હોય છે.

ટૂંકમાં આપણી અંદર જે હશે તે જ બહાર આવશે અને તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર બાળક પર થશે.એટલે કોશિશ એજ હોવી જોઈએ માતા-પિતા તરીકે કે આપણા વાણી-વર્તનની વિપરીત અસર સંતાન પર ન પડે!

Gujarati Thought by Maitri Barbhaiya : 111596378
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now