મળું કોને આ સમુંદરની રેત પર?
મળું કોને આ જીંદગીની વણઝાર પર?
આપે સરનામું તો મળું તને તેના પર...
પણ તે આપ્યો કોરો કાગળ તો કોને મળું?
જાવું છે મારે મઝધારે તો કોને મળું?
ઉભો છું રાહમાં કિનારે તો કોને મળું?
ખાલીખમ થઈને બેઠો છું જીંદગીની રાહ પર...
પૂર્ણ થવા આ દુનિયાની ભીડમાં કોને મળું?
આ શ્ર્વાસ પણ કીધા છે કોઈના સરનામે...
પણ હવે એ જ નથી મળતા તો કોને મળું?
-જનક કુબાવત