બે ઘડી મળાય તો બસ,
ફરી થોડુંક બેસાય તો બસ.
વાતો ભલે એકની એકજ હોય,
પણ એ વાતનાં અર્થ સમજાય તો બસ.
નોરતાની રાતે ફરી જૂની યાદોમાં,
ખેલૈયા બની ખેલાય તો બસ.
શરદ પૂનમ તો આ વખતેય આવશે.
માસ્કમાં પણ ચંદ્ર દેખાય તો બસ.
બે ઘડી મળાય તો બસ,
પાસ માટે ઝુરતા ને એન્ટ્રી મળતાંય ન રમતા.
આખી આખી રાત માત્ર ભટકાય તો બસ.
બીજા દિવસના ડ્રેસકોડ ની ડિસ્કસ,
ફરી વિડીયોકોલમાં થાય તો બસ.
બે ઘડી મળાય તો બસ.
આ કેવી નવરાત્રી આવી છે યાર,
હવે આ કાળ પૂરો થાય તો બસ,
ચોક પણ સુના ને સુના શણગાર છે.
તોય..માં ની કૃપા બની રહે તો બસ.
બે ઘડી ફરી મળાય તો બસ..
ફરી થોડું બેસાય તો બસ..
હૈયા હરખાય તો બસ..
આશા પુરી થાય તો બસ..
અશોક ઉપાધ્યાય
20/10/2020
8:52 pm.