હે જગત જનની જગઅંબા
વિનંતી કરુ વારંવાર
નવરાત્રી ની નવલી રાત
ગરબે રમે નર નાર
આવે કોઈ નર પિચાશ
કોડીલી કન્યા સંગ
ત્રિશૂલ ધરી હાથે
વધ કરી કરજે તું સહાય
અગર ન આવે તો
મદદે મોકલી કરજે તું સહાય
નવરાત્રી ની નવલી રાતમાં
જો જે ન કોઈ બાળ પીખાંઈ
વિનંતી કરુ વારંવાર.