#navaratri
હે મા... નમો નમઃ, હે મા... નમો નમઃ
નોરતા રમવાને પધારો મારી માવડી
પાર ઉતારજો આ જીવનની નાવડી
આરતી ઉતારું મનના શુદ્ધ ભાવથી
રાખજે સૌને સુખી તારા પ્રેમભાવથી
હે મા... નમો નમઃ, હે મા... નમો નમઃ
ભક્તિ- શક્તિ ને સુખ-સમૃદ્ધિની દાતા
દૈત્યોનો નાશ કરનારી છે મા દુર્ગા માતા
શાંતિ સ્થાપી જગમાં અસુરોનો વધ કરી
અપરંપાર કૃપા રહી છે મા જગદંબા તારી
હે મા... નમો નમઃ, હે મા... નમો નમઃ