શબ્દોરૂપી લાગણીના તાર છે,
રોજ લખીને તને માણુ છું,
તારા વિના દિલ તારતાર છે,
રોજ યાદ કરીને તને માણુ છું,
શબ્દો ના પડઘા આવ્યા પાછયા,
રોજ પોકાર પાડીને તને માણુ છું,
તારા વિના જીવન નીરસ ભાસે,
રોજ આંનદમાં જોઈ,તને માણુ છું,
શબ્દોમાં સીંચી પ્રેમનો અહેસાસ,
રોજ તને પ્રેમમાં જોઈ, તને માણુ છું.
""અમી""
-અમી