Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરૂજી એ વચન બાણ માર્યા જી રે,
વાગ્યા મારા રૂદિયા ની માય મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ..

પાયા રે પ્યાલા અમને પ્રેમના જી રે,
આવ્યા અમી ના ઓઙકાર મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ..

અંતર પડદા એણે ખોલીયા જી રે,
આવી આનંદ ની લીલા લહેર મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ..

ત્રીકુટી તાળા જેણે ખોલીયા જી રે,
સ્વયં થયો છે પ્રકાશ મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ..

અખંડ સમાધી લાગી દેહમા જી રે,
ચડી છે આઠે જોને પોર મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ..

હંસલા આવ્યા મોતીડા ચણવા ઓ જી રે,
અને બગલા ઉડી ઉડી જાય મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ..

કબીર સાહેબ ની છે વિનંતી જી રે,
જન્મ મરણ મટી જાય મારા વાલમા.

ગુરુજી એ વચન બાણ માર્યા જી રે.
લાગ્યા રૂદિયા ની માય મારા વાલમા.
ગુરુજી એ વચન બાણ.

Gujarati Religious by બાબા સત્સંગી : 111592880
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now