ઈચ્છા તૃષ્ણાનો ,મન રૂપે અહીં માળો છે,
જીવે બાંધ્યો જૂઓ અહંકારી ગાળો છે.
આકાશમાં ઉડવાને, તત્પર રહે મન પંખી,
પાંખો પ્રસરાવી ત્યાં, કલ્પના નો તાળો છે.
પ્રેમાળ છે પ્રેમ રૂપ ,એ કનૈયો તો કાળો છે,
આકર્ષક કામણગારો , જબરો રૂપાળો છે.
બાંધી છે ગ્રંથીઓ , છુટકારો થાશે કેમનો ?
પ્રેમ રૂપા પત્ની તેને, નટખટ કોઈ સાળો છે.
આનંદમય ભાવ છે દિલમાં વસુદેવ કુટુંબ નો,
દુશ્મન પડોશીનો કોરોના,એ કાંકરી ચાળો છે.
-મોહનભાઈ આનંદ