કયારેક એકલા ચાલવાનો સમય આવે
ત્યારે ડરશો નહિ, કેમકે
સ્મશાન અને સિંહાસન પર
એકલા એ જ બેસવાનું હોય છે.
મરનાર ને રોવા વાળા હજારો મળી જાય છે,
પણ જે જીવે છે એને સમજવા વાળા
એક પણ મળતા નથી.
સંબંધ માં જ્યારે જીદ અને અહમ્ આવી
જાય છે ત્યારે બંને જીતી જાય છે
અને સંબંધ હારી જાય છે.
ભગવાન પાસે સાંસારિક સુખ માંગવુ
એટલે હાથે કરીને દુર્ગતિ કરવી,
ભિખારી ને પણ એટલી અક્કલ
હોય છે કે ભીખ મંદિરમાં ન મંગાય.
પ્રભુ ને પ્રાર્થના કે -
મને એવી સવાર આપો પ્રભુ કે
હું તમારી પાસે થી કંઈ માગવાની જગ્યા
એ તમે મને જે આપ્યુ છે તેને માણતા શીખુ.
સંબંધ સાચવવા માટે હોય છે
અને પૈસા વાપરવા માટે* હોય છે,
પરંતુ આજનો મનુષ્ય પૈસા સાચવે છે
અને સંબંધ વાપરે છે.
આજે આપણે પોતે શુ કરવુ
તે કોઈને ખબર નથી પણ બીજાને શું
કરવું જોઈએ એની સલાહ બધા પાસે છે.
પથ્થર પ્રતિમા બન્યો
એ જોઈ હૈયું હરખી ગયું,
પણ પ્રતિમા ને પૂજનારો પથ્થર
જ રહ્યો એ જોઈને દિલ રડી પડ્યું.
સુખ મળે પુણ્યથી, પણ
સુખ મા મજા આવે તો પુણ્ય ના મળે.
પૈસા તો બધા કમાય છે,
દુઆઓ પણ કમાવ, દુવા ત્યાં કામ
આવે છે જ્યાં પૈસા કામ નથી આવતા.
કાળી શાહી થી લખો કે
લાલ શાહી થી, અમુક યાદો
કાયમ લીલી જ રહે છે.
"UNKNOWN"