શું બોલું ?
વહાલા વેરી થઈ જશે જો મોં ખોલું
કહો શું બોલું ?
એક એક સપનાને મઢવાને બેઠો જ્યાં
લાગી નજર મને એવી
તૂટી ગ્યાં કાચ બધા હું એ વેરાઈ ગયો
જો થઈ છે હવે તો જોવા જેવી !
પડખુંય ફરવાનો વેત ન રહ્યો છતાંય
જાતને હું તો હજુય તોલું !
શું બોલું ?
મંજીલને ખોળવા નીકળી પડું હવે
નથી કરવી સહેજેય વાર
અંધારું ઘેરાય એ પહેલાની સાંજને
એકાદી દઈ દઉં હું હાર
જાતને લઈને હજુ જોજન છે જાવું
અંતર દ્વાર હું ટટોલું
શું બોલું ?