કોઈ નાદાન વ્યકિતએ નાદાન પ્રશ્ન કર્યો.
લખવાથી શું મળે છે?
બસ ખુબજ નાનો પ્રશ્ન?
કિંતુ મનમાં અનેક પ્રશ્નાર્થ નાં વમળો નું સર્જન.
લખવાથી શું મળે?
મેં પુછ્યું પુછવાથી શું મળ્યું?
કંઈ નહીં બસ જવાબ મળે તો શાંતિ મળે.
શાંતિ લખાણના પાયામાં પણ હતી જ તો પણ વિસ્તાર થી કહ્યું.
કોઈ એક જ કારણથી થોડા લખતાં હોઈ છે.
લખાણ તો અઢળક કારણો ને કારણે સર્જાયેલું સમાધાન રહ્યું.
કોઈ માટે લખાણ અર્થ ઉપાર્જન નું ફક્ત માધ્યમ બની રહેતું હોય છે.
કોઈ માટે ખુદનાં ટમ ટમી રહેલા તારલાઓ જેવા વિચારોને વિશાળ નભના ફલક પર ફેલાવાની અને જાળવવાની આકાંક્ષાઓ થી પ્રેરિત હોય છે.
લખાણ એમ જ થોડું લખાય છે.
મનને કેટલો વલોપાત કરવો પડે છે ત્યારે નવનીત મળે છે.
મનનાં વિચારો નો આવેગ કાગળ પર પેનથી લખાય છે ત્યારે ખરેખર કેટલી રાહત થાય છે.
અદભુત ક્ષણો નો સંયોગ બને છે.
કોઈ તુટેલું હૈયું પણ ખુબજ ચીવટ થી પોતાની વ્યથા શબ્દોમાં આલેખીને જમાના સમક્ષ રજૂ કરતું હોય છે.
તેના દર્દને તે સમયે આ લખાણ જ દર્દ નિવારક મલમ નું કામ આપતું હોય છે.
કોઈ વાંચનાર હંમેશા લખનારનો આભારી રહે છે.
લખનાર પણ કોઇના લખેલાં લખાણોને વાંચીને લખવા માટે કાર્યરત બનતો હોય છે કે બનેલો હોય છે.
જીંદગીમાં જ્યારે લખવાનું અટકી જશે ત્યારે સ્મરણ રાખવું કે સ્મરણમાં ના રહેલી ઘણી જ ઘટનાઓનો ઇતિહાસ ઈતિહાસ બની જશે.
કોઈનાં માટે લખવું એ નિજાનંદ આનંદ છે.
નિજાનંદ આનંદ એટલે શું?
એ પણ પ્રશ્ન રહ્યોં
જેને જેમાં રુચિ છે તેને તેમાં બસ અનુભવ્યો આનંદ તે જ નિજાનંદ.
આપણો નિજાનંદ કલમ અને કાગળ સાથે નો સથવારો.