તમારા ઘર માં કોઈ પુણ્યશાળી જીવ, ભક્ત, કે દૈવી આત્મા હોય ત્યાં સુધી તમારું કોઈ જ નુકશાન કરી શકતું નથી જ્યાં સુધી વિભીષણ લંકા માં હતા ત્યાં સુધી રાવણે ગમે તેટલું પાપ કર્યું તો પણ વિભીષણ ના પુણ્ય ના કારણે તે સુખી રહ્યો પણ જ્યારે તેણે વિભીષણ ને લાત મારી ને લંકા છોડી જવાનું કહ્યું ત્યાર પછી રાવણ ની પાછળ કોઈ રડવા વાળુ રહ્યું નહિ. તેવી જ રીતે જ્યાં સુધી હસ્તિનાપુર માં વીદુરજી હતા ત્યાં સુધી કૌરવો એ સુખ જ ભોગવ્યું પણ જેવું કૌરવો એ વિદુરજી નું અપમાન કરીને રાજ્યસભા છોડી જવા માટે કહ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે વિદૂરજી ને કહ્યું કાકા (વિદુરજી) તમે હવે યાત્રા કરવા જાવો.આમ વીદુરજી ને ભગવાને યાત્રા કરવા મોકલ્યા અને કૌરવો નો નાશ કર્યો કારણ કે વિદુરજી ના પુણ્ય ના કારણે કૌરવો સુખી હતા.આમ આપણા પરીવાર માં કોઈ ભક્ત કે પુણ્યશાળી આત્મા હોય તેનું ક્યારે ય અપમાન કરવું ન જોઈએ...ખબર નહિ કોના પુણ્ય થી કોની ગાડી ચાલતી હોય???
*🙏🏻🌹જય અંબે 🌹🙏🏻*