એને કદી મારી કદર તો થઈ નથી, થાશે નહિ,
સંબંધ મારા લોહીથી તો ગ્યા નથી , જાશે નહિ.
જેહાદ કરતો આત્મા આ દેહના મેદાન પર,
હું મારવા કાજે હવે તો, હુજ ત્યાં પાશે નહિ.
ઝયારત કરી હરખાય છે, પરિવાર તો મારોજ છે,
નફરત કદી ના એમના પ્રત્યે મને થાશે નહિ.
ઠોકર ભલે મારો બધા, હું પ્રેમતો કરતો રહીશ,
નફરત કરું હું આપને, એવું કદી થાશે નહિ.
ભૂલી શકો છો આપ હૈયાતી અહી મારી ભલે,
પણ યાદ મારા આ હૃદય થી આપની જાશે નહિ.
અતુલ પટેલ