Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાની અમથી વાત...'કવર'

લો આજેય શીતલે ફોન ન ઉપાડ્યો. છેલ્લા ચાર દિવસ થી શીતલ ફોન ન હતી ઉપાડતી. કંઇ ખોટુ તો નહી લાગ્યું હોય ને ? અરે છેલ્લે એનો દિકરો કૅનેડા જવાનો હતો ત્યારે તો મળેલા. જમી-પરવારી ને ખુશી ખુશી તો છૂટા પડયા હતા. અરે ઠીક યાદ આવ્યું કવરમાં પૈસા તો મૂકયા હશે ને ? ભૂલી તો નહી ગઇ હોઉ ને? આમ તો કવર આપતી વખતે પણ છાને માને કવરમાં જોવાની મારી આદત હતી. ઘરમાં કહુ તો મારી જ ભૂલ કાઢે. મારા કામમાં ભલીવાર જ નથી. કઇ નહી જો ક્વર ભૂલથી ખાલી અપાયું હશે તો શીતલની માફી માંગી લઇશ એમ વિચારીને તાપસીએ મન મનાવ્યું . ત્યાં અચાનક બે દિવસ પછી શીતલનો ફોન આવ્યો . તાપસીથી રહેવાયુ જ નહી. એણે પુછી જ લીધુ, " કવરમાં પૈસા તો હતાને?" અને શીતલનો હાશ પમાડતો જવાબ," અરે હા-હા કવરમાં પૈસા હતા , અને ના હોત ને તો બીન્દાસ માંગી લેત."

Gujarati Story by Vihad Raval : 111591166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now