કોઈ કહે એમજ કરવાનું, મને મંજુર નથી,
મને પણ વાચા છે, ટહુકવાનું મને મંજુર છે.
મને પણ પંખીની જેમ પંખ ઉડાવી ઉડવું છે,
મારા પંખ કાપવાની કોશિશ કરે, મને મંજુર નથી.
મારુ અસ્તિત્વ મિટાવવાની કોશિશ ન કરો,
બનીશ હું ખુદની ઢાલ, મને મંજુર છે.
મારાં વિચારોની હાંસી ન કરો, મંજુર નથી
હું બીજા ગ્રહો પર ફરવાનું મંજુર છે.
અબળા ના સમજશો મને, મંજુર નથી,
સાક્ષાત જગદંબાનો અવતાર મંજુર છે.
સંસ્કારોમાં, આમન્યાથી ઘેરાઈ છું,મંજુર નથી,
સહનશીલતાની હદ તૂટશે, મંજુર છે મને....
"'અમી ""
-અમી