જમાનો છે ઝંઝાવાતી .. બાવળ રાજ કરે છે .
દાવ પર છે લાજ કોઈની .. શકુની ઉગ્યા છે .
દ્રોપદી એ સીતા વાંચ્યા છે..કે છે હું પુર્ણ સતી ..
રાખ ઈચ્છા-આશા ની..કપાળ પર ચોળી છે .
કુષ્ણ છે અવઢવમાં .. શાને બચાવુ આને હવે ..
ખુદ પોતાના પગ પર ઉભી , જે સ્વચ્છંદી બની છે.
કાલે જેને ભરોસો હતો પોતાના વચન-વાણી પર ..
એ જ મીઠું-પોપટ પર, હવે ઓશિયાળી બની છે .
ભુલી અંતર નો અવાજ , હવે 'સ્વતંત્ર' બની છે ..
બેબાકળી બની અંદરથી કચ્ચરઘાણ બની છે .