આંખોના રૂદન કરતા મનનું રૂદન ઘણું કાતિલ હોય છે કારણ કે આંખોના આંસુ કદાચ કોઈને દેખાય જશે પણ માણસ જ્યારે મનથી રડતો હોય છે ને ત્યારે કોઈને તે વાતનો અણસાર પણ નથી આવતો.
મૌન માટે પણ એવું જ કંઈક છે.ઘણી વાર કોઈનું મૌન પણ આપણી સાથે સંવાદ કરતું હોય છે જો આપણે તેને નિહાળી શકીએ તો! ઘણાનાં મૌનમાં પણ એટલી શક્તિ હોય છે કે સામેવાળી વ્યક્તિ કહી ઊઠે કે 'બસ યાર હવે જે હોય તે કહી દે, તારું મૌન નથી સહેવાતું હવે'.મૌન પણ પીડાદાયક હોય શકે!