સદગ્રંથો બદલે છે માનસિકતા આપણી.
સદગ્રંથો બદલે છે બુદ્ધિમતા આપણી.
થાય છે પ્રગટ માનસિકતા બોલવા થકી,
સાધુસંતો પણ બદલે છે મૂઢતા આપણી.
આચરણ- વિચારથકી વલણો બંધાતાં,
કેટલાક પ્રસંગો બદલે છે શૂન્યતા આપણી.
ઘણું અઘરું છે માનસિકતા બદલવાનું,
જીવનની ઠોકરો બદલે છે સહજતા આપણી.
પ્રકૃતિ એ જ જવાબદાર માનસિકતાને,
સાથસંગાથ પણ બદલે છે સધ્ધરતા આપણી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.